રાજ્યના કયા જિલ્લાઓમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે? શું ઓગસ્ટનો અંતભાગ ખેડૂતોની ચિંતા દૂર કરશે?
રાજ્યના કયા જિલ્લાઓમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે? શું ઓગસ્ટનો અંતભાગ ખેડૂતોની ચિંતા દૂર કરશે?

જાણો બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી નવી સિસ્ટમ વિશે.

ચોમાસાની ઋતુ વીતી રહી છે ત્યારે હવે ચોમાસાનો માત્ર એકાદ મહિનો કે સવા મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હજુ સુધી પૂરત વરસાદ નોંધાયો નથી. ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ સિંચાઈ અને પિયત માટેના પાણીની ભારે તંતી અનુભવાઈ રહી છે. આવા સમયે દરેકના મનમાં એક જ સવાલ છે કે વરસાદનો નવો અને મજબૂત રાઉન્ડ ક્યારે શરૂ થશે? આગામી દિવસોમાં કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદી છાટા કે મધ્યમ વરસાદ પડશે તેની તમામ વિગતો આજે આપણે જાણીશું. 

આગામી દિવસોમાં કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદી છાટા કે મધ્યમ વરસાદ પડશે?

ગુજરાતમાં હાલની પરિસ્થિતિની વાત કરીએ તો આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે સર્વત્ર ભારે કે ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ આ દિવસો દરમિયાન ખૂબ ઓછી શેહવાય રહી છે. હવામાન મોડલ્સના વિશ્લેષણ મુજબ ચાલુ ઓગસ્ટ મહિનાના એકદમ અંતમાં અથવા તો સપ્ટેમ્બરના પ્રારંભિક દિવસોમાં જ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ સક્રિય થઈ શકે છે. 

જાણો બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી નવી સિસ્ટમ વિશે.

મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે હવામાન નિષ્ણાંતો અનુસાર હાલમાં એક મજબૂત હવામાન સિસ્ટમ પૂર્વ ભારતના રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિસા પર સક્રિય છે. આ સિસ્ટમ પહેલા લો પ્રેશર એરિયા તરીકે સર્જાઈ હતી. ત્યારબાદ તે ડિપ્રેશનમાં ફેરવાઈને થોડી નબળી પડી હતી અને હવે ફરીથી મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે. સામાન્ય રીતે આવી સિસ્ટમ્સ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતી હોય છે જેના કારણે પૂર્વ ભારતથી નજીકના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે. પરંતુ આ ચોક્કસ સિસ્ટમથી ગુજરાતને બહુ મોટો ફાયદો થાય તેવી શક્યતા નહીવત જણાઈ રહી છે. જો કે આગામી દિવસો માટે એક આશાસ્પદ ચિત્ર ઉપસી રહ્યું છે.

ઓગસ્ટના અંતમાં કે સપ્ટેમ્બરના પ્રારંભે આવનારી નવી વરસાદી સિસ્ટમ ગુજરાત માટે કેટલી આશાસ્પદ સાબિત થશે?

મીડિયા અહેવાલો અનુસાર વિવિધ હવામાન મોડલ્સ દર્શાવી રહ્યા છે કે ઓગસ્ટ મહિનાના અંતભાગમાં અથવા તો સપ્ટેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડી કે મધ્ય ભારત તરફથી એક નવી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી શકે છે. અથવા ગુજરાતની સરહદ નજીક પહોંચી શકે છે. જો આ સંભાવના સાચી ઠરશે તો દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધી શકે છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં વરસાદી જોર વધ્યા બાદ આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાત એટલે કે સૌરાષ્ટ્ર, કચ્છના ભાગો સુધી પણ સારું વરસાદ પહોંચાડી શકે છે. જોકે હવામાન વિભાગ અને નિષ્ણાંતો સ્પષ્ટ કરે છે કે આ લાંબા ગાળાનું પૂર્વાનુમાન છે અને આ નવી સિસ્ટમ હજુ આકાર લઈ રહી છે તેથી આગામી દિવસોમાં તેમાં ફેરફારો શક્ય છે.

હવે નજર કરીએ છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ નોંધાયો છે.?

ગાંધીનગર સ્થિત રાજ્ય ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા અધિકૃત આંકડા અનુસાર 16 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ 2026 દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ 1.57 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય નવસારી જિલ્લાના ખેર ગામમાં 1.46 ઇંચ, ગણદેવી તાલુકામાં 1.26 ઇંચ અને ચીખલી તાલુકામાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે. તે જ રીતે વલસાડ જિલ્લાના મુખ્ય મથક વલસાડ તાલુકામાં પણ 1.2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત સિવાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક છૂટા છવાયા સ્થળોએ પણ હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે.

શું ઓગસ્ટનો અંતભાગ ખેડૂતોની ચિંતા દૂર કરશે?

સમગ્ર દેશના હવામાન ચિત્ર પર નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડી અને ઓડિસાના દરિયાકાંઠા પર રચાયેલું ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. મોન્સુન ટ્રફ રેખા હાલમાં ફિરોઝપુર, મુઝફ્ફરનગર, ગોરખપુર, મુંગેર થઈને બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. અહેવાલો મુજબ આ ઉપરાંત રાજસ્થાનના મધ્ય ભાગો તેમજ પશ્ચિમ મધ્યપ્રદેશના વિસ્તારો પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે. સાથોસાથ મધ્ય ભારતમાંથી પસાર થતી અક્ષાંશ 22 ડિગ્રી નોર્થ પર શિયર ઝોનની સ્થિતિ પણ બનેલી છે. આ તમામ પરિબળો ભેગા મળીને દેશના અલગ અલગ ભાગોમાં મોસમી ગતિવિધિઓને સંચાલિત કરી રહ્યા છે.

અત્યાર સુધી કોરા રહેલા ગુજરાતના વિસ્તારો માટે આગામી ચારથી પાંચ દિવસ કેવા રહેશે?

મીડિયા અહેવાલમાંથી જાણવા મળેલ છે કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે જિલ્લાવાર વરસાદનું પૂરવાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ 18 ઓગસ્ટની સ્થિતિ વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, વાવ થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટા છવાયા સ્થળોએ હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. 

19 ઓગસ્ટ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં અને સૌરાષ્ટ્ર, કચ્છના તમામ જિલ્લાઓના છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.

20 ઓગસ્ટે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદી ઝાપટા કે હળવો મધ્યમ વરસાદ યથાવત રહેશે.

21 ઓગસ્ટની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વાવથરાદ પાટણ મહેસાણા સહિત તમામ જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

જ્યારે 22 અને 23 ઓગસ્ટે પણ આ બંને દિવસો દરમિયાન પણ રાજ્યના ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ ભાગોમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ જળવાઈ રહેશે.

આમ હાલમાં સમગ્ર ગુજરાતમાં એકસાથે ભારેથી અતિભારે વરસાદ લાવે તેવી કોઈ ત્વરિત સિસ્ટમ સક્રિય નથી પરંતુ આગામી દિવસોમાં છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાથી રાહત મળતી રહેશે. ખેડૂતો અને નાગરિકો માટે ઓગસ્ટના અંતભાગમાં અને સપ્ટેમ્બરના પ્રારંભમાં આવનારી નવી સિસ્ટમ આશાનું કિરણ લઈને આવી શકે છે.

હવે ક્યાં ક્યાં જિલ્લામાં થશે વરસાદ જાણો અહીંથી:- Click Here

Post a Comment

Previous Post Next Post
WhatsApp Group Join Now
Telegram Group Join Now