ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાનું શરૂ થઈ ગયું તો વરસાદ હવે કેટલા દિવસ રહેશે? ગુજરાતમાં હજુ વરસાદ ચાલુ રહેશે કે હવે મેઘરાજા વિદાય લેશે?

શું ગુજરાતમાં વરસાદની વિદાય શરુ થઇ ગઈ છે? ક્યાં ક્યાં વિસ્તારમાં હજુ વરસાદ થઇ શકે છે?

21 થી 23 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના કયા જિલ્લામાં ફરી વરસાદ પડશે?

ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે, પણ મેઘરાજા હજુ ગુજરાત છોડવા તૈયાર નથી. એક તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી ઝાપટા ચાલુ છે. તો બીજી તરફ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી બે ત્રણ દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરી શકે છે. એટલે કે હવે સવાલ માત્ર વરસાદ પડશે કે નહીં એનો નથી. સવાલ એ છે કે ગુજરાતમાં ચાલી રહેલો આ વરસાદ ચોમાસાનો છેલ્લો રાઉન્ડ છે કે પછી વિદાય લેતા પહેલા મેઘરાજા ફરી એકવાર જોર બતાવશે..

મીડિયા અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઈએ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદે પોતાની હાજરી નોંધાવી છે. ભાવનગરના મહુવામાં 4.13 ઇંચ, રાજકોટના ગોંડલમાં 3.62 ઇંચ અને જૂનાગઢના માણાવદરમાં 2.80 ઇંચ વરસાદનો થયો છે. જુનાગઢ શહેરમાં 2.36 ઇંચ, વંથલીમાં 2.5 5 ઇંચ ગિરસોમનાથના પાટણ વેરાવળમાં 1.97 ઇંચ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પણ 1.97 ઇંચ અને કેશોદમાં 1.81 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમરેલીના કુકાવાવ વાડિયા રાજકોટના જસદણ સુરત શહેર અને જેતપુર સહિતના વિસ્તારોમાં પણ દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે એટલે કે ચોમાસાની વિદાયની વાત શરૂ થઈ ગઈ હોવા છતાં ગુજરાતમાં વરસાદી માહોલ હજુ સંપૂર્ણપણે ખતમ થયો નથી.

આગામી દિવસોના હવામાન

હવે નજર કરીએ આગામી દિવસોના હવામાન પર 21 સપ્ટેમ્બરે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દમણ, દાદરા અને નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળ છાયો રહી શકે છે અને હળવા ઝાપટા પડવાની શક્યતા છે. એટલે કે અમદાવાદમાં ભલે ભારે વરસાદની સ્થિતિ ન હોય પરંતુ વરસાદની સંભાવના હજુ પણ યથાવત છે. 

ત્યારબાદ 22 અને 23 સપ્ટેમ્બરે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટા છવાયો વરસાદ જોવા મળી શકે છે. અહેવાલ મુજબ ઉત્તર ગુજરાતમાં પંચમહાલ અને દાહોદમાં કેટલીક જગ્યાએ ગાજવેજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડથી લઈને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને દીવ સુધી વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે.

ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં

પરંતુ અહી સૌથી મોટો સવાલ એ છે કે ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે તો પછી વરસાદનું આ સમગ્ર વાતાવરણ બની કેમ રહ્યું છે. તેની પાછળ હવામાનની બે મહત્વની સિસ્ટમ છે. પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા રચાયો છે, જે આગળ વધીને વધુ મજબૂત બની શકે છે. આ સાથે દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. આ બંને સિસ્ટમની અસરના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ વરસાદી માહોલ જોવા મળી શકે છે. એટલે કે ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં વરસાદની શક્યતા સંપૂર્ણપણે ખતમ થઈ નથી. પરંતુ બીજી તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાયની રેખા પણ ધીમે ધીમે આગળ વધી રહી છે.

આગામી બે ત્રણ દિવસમાં રાજસ્થાન પંજાબના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી ચોમાસાની વિદાય માટે વાતાવરણ અનુકૂળ બની શકે છે એટલે ગુજરાતના હવામાનમાં હાલ એક રસપ્રદ સ્થિતિ જોવા મળી રહી છે.

સમગ્ર ગુજરાતના વરસાદના આંકડા

એક તરફ વરસાદ લાવતી સિસ્ટમ સક્રિય છે તો બીજી તરફ ચોમાસુ ધીમે ધીમે પાછળ હટી રહ્યું છે. હવે જો સમગ્ર ગુજરાતના વરસાદના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 88% જેટલો વરસાદ નોંધાયો છે. પરંતુ આ આંકડો સમગ્ર ગુજરાતની એકસરખી તસ્વીર રજૂ કરતો નથી. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 113 ટાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે જ્યારે કચ્છમાં માત્ર 58% જેટલો વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 70%થી વધુ પૂર્વ મધ્ય ગુજરાતમાં 89% અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 68% વરસાદ નોંધાયો છે એટલે કે એક જ રાજ્યમાં ક્યાંક વરસાદ સરેરાશ કરતાં ઘણો વધારે છે તો ક્યાંક હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. જિલ્લાવાર વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં સરેરાશ માત્ર 15% જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે પોરબંદરમાં આશરે 28% વરસાદ થયો છે. બીજી તરફ નવસારીમાં 129% જેટલો વરસાદ પડી ચૂક્યો છે એટલે કે ગુજરાતમાં ચોમાસાની કહાની એકસરખી નથી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદે આંકડા વટાવી દીધા છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

આગામી બે ત્રણ દિવસમાં પડનારો વરસાદ ગુજરાત

હવે સૌથી મોટો સવાલ આગામી બે ત્રણ દિવસમાં પડનારો વરસાદ ગુજરાત માટે ચોમાસાની છેલ્લી ભેટ બનશે કે પછી મેઘરાજા વિદાય લેતા પહેલા ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ આપશે. એક તરફ ચોમાસાની વિદાયની રેખા આગળ વધી રહી છે તો બીજી તરફ બંગાળની ખાડીને સિસ્ટમ અને સ્થાનિક હવામાનની સ્થિતિ વરસાદની શક્યતા જાળવી રહી છે એટલે કે આગામી બે ત્રણ દિવસ ગુજરાતના હવામાન માટે મહત્વના રહેશે અને ત્યાર પછી ધીમે ધીમે સ્પષ્ટ થશે કે મેઘરાજા ખરેખર વિદાય લઈ રહ્યા છે કે પછી ગુજરાતને હજુ એક વરસાદી સરપ્રાઇઝ આપવાના છે.

Post a Comment

Previous Post Next Post
WhatsApp Group Join Now
Telegram Group Join Now