Ticker

10/recent/ticker-posts

Ad Code

Join Now

તમારા મોબાઈલ પર ખુબ ઉપયોગી અપડેટ્સ અને જાણકારી મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારી વૉટ્સઅપ ચેનલમાં જોડાવ.                                                                       Join Whatsapp Channel

ગુજરાતમાં લો પ્રેશરના લીધે હજુ ભારે વરસાદની આગાહી

ચોમાસાએ ગુજરાતમાંથી સતાવાર વિદાઈ લઈ લીધી હોવા છતા રાજ્યોના કેટલાક ભાગો હજુ પણ અસામાન્ય વરસાદનો અનુભવ કરી રહ્યા છે અને આગામી ત્રણ થી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનિશ્ચિત હવામાન પાછળનું મુખ્ય કારણ સમુદ્રમાં આકાર લઈ રહેલું એક શક્તિશાળી ચક્રવાતી વાવાજોડું છે. જે ગુજરાત સહિત સમગ્ર પશ્ચિમી તટ પર વરસાદ અને જોરદાર પવનો લાવશે. આ વર્ષે ચોમાસા બાદ પણ હવામાનની આ અસામાન્ય પ્રવૃત્તિ ખેડૂતો અને સામાન્ય જનજીવન માટે ચિંતાનો વિષય બની છે.


હવામાન વિભાગની વાવાઝોડાને લઈને ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ ભાગમાં એક લો પ્રેશર એરિયાની રચના થઈ છે આ સિસ્ટમ ગત 6 કલાકથી સતત પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. જે આવતી કાલે 26 ઓક્ટોબર સુધીમાં વધુ તીવ્ર બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની સંભાવના છે.

હવામાનવિભાગના તાજા બુલેટીન અનુસાર 27 ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશન દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થઈ શકે છે. જેના પગલે પવનની ગતિ 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જોકે આ વાવાઝોડું ભારતીય કિનારાને સીધી રીતે ટકરાશે કે કેમ? તે અંગે સ્પષ્ટતા આવતા 24 કલાકમાં થશે. પરંતુ તેની અસર ગુજરાત સુધીના વિશાળ વિસ્તાર પર જોવા મળશે.

દરિયામાં લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ

હાલમાં આ લો પ્રેશર સિસ્ટમ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે. 25 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ડિપ્રેશનનો એરિયા પોર્ટ બ્લેડથી 420 કિમીટર અને વિશાખાપટ્ટનમથી 990 km દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. આ સિસ્ટમ ચેન્નઈ કાકીનાડા અને ઓડીસાના ગોપાલપુરથી પણ લગભગ 1000 કિમીટર થી વધુ દૂર છે. 27મીની સવાર સુધીમાં સિસ્ટમ ચક્રવાતી તોફાનમાં બદલાશે. ત્યારે દરિયા કિનારાના વિસ્તારોમાં તેની અસર વધુ જોવા મળશે.

60 km ની ઝડપે ફૂંકાશે પવન

બંગાળની ખાડીની આ સિસ્ટમ ઉપરાંત હવામાન વિભાગના 25 ઓક્ટોબરના બુલેટીનમાં અરબી સમુદ્રમાં પણ એક સમાંતર હવામાન પ્રણાલી સક્રિય હોવાનું જણાવાયું છે. અરબી સમુદ્રના પૂર્વ મધ્ય ભાગમાં પણ એક ડિપ્રેશનની હાજરી નોંધાય છે. જે હાલમાં ગોવાથી 340 km પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં અને મુંબઈથી 400 km દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધશે, જેની આસપાસ પવનની ઝડપ 65 km પ્રતિ કલાક સુધીની છે. આ બંને સિસ્ટમની સંયુક્ત અસરને કારણે ગુજરાત, કર્ણાટક, કોંકણ અને ગોવાના પ્રદેશોમાં 25 થી 27 ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં 25 અને 26 ઓક્ટોબરના રોજ 55 km પ્રતિ કલાકથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગની સ્પષ્ટ ચેતવણી

હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારે આગામી બે દિવસ સુધી સમુદ્રમાં કરંટ ખૂબ જ તીવ્ર રહેશે. આ જોખમને ધ્યાનમાં રાખીને માછીમારોને સખત સલાહ આપવામાં આવી છે કે તેઓ આ સમયગાળા દરમિયાન દરિયો ન ખેડે. આ પવન અને વરસાદના કારણે ગુજરાત, કર્ણાટક અને કોંકણના વિસ્તારોમાં ઝાડની ડાળીઓ તૂટી શકે છે. ઊભા પાક ખેતી અને છોડને વ્યાપક નુકસાન થઈ શકે છે. કાચા મકાનોને નુકસાન પહોંચી શકે છે અને ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ જળભરાવ અને જમીન ધસી પડવાની ઘટનાઓ પણ બની શકે છે. તેથી સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા અને નાગરિકોને સાવચેતી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે. ખેતીના પાકને છેલ્લી ઘડીએ થતા નુકસાનને ટાળવા માટે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

વધુ હવામાન અપડેટ માટે: Click Here

Post a Comment

0 Comments