Ticker

10/recent/ticker-posts

Ad Code

Join Now

તમારા મોબાઈલ પર ખુબ ઉપયોગી અપડેટ્સ અને જાણકારી મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારી વૉટ્સઅપ ચેનલમાં જોડાવ.                                                                       Join Whatsapp Channel

કિસાન માટે ખાસ છે આ 6 સરકારી યોજનાઓ

ભારત સરકારે ખેડૂતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરેલી છે. દેશના ખેડૂતોને આ સરકારી યોજનાઓની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે.


આજે તમને ખેડૂતો માટેની કેટલીક સરકારી યોજનાઓ વિશે જણાવીશું.

ખેડૂતો માટેની એ છ યોજનાઓની વિસ્તૃતમાં માહિતી જણાવું એ પહેલા

આ છ યોજના કઈ છે એ જાણી લો.

  1. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
  2. પ્રધાનમંત્રી પાક વીમા યોજના
  3. પ્રધાનમંત્રી કિસાન કિસાન માનધન યોજના
  4. કિસાન ક્રેડિટ કાર્ડ
  5. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ
  6. સોઈલ હેલ્થ કાર્ડ સ્કીમ પ્રધાનમંત્રી

1. કિસાન સન્માન નિધિ યોજના

આ યોજના નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય મદદ પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા ની રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાય છે. જેનો હેતુ ખેડૂતોના કૃષિ ખર્ચને ઓછો કરવાનો અને તેમને આર્થિક રીતે સશક્ત કરવાનો છે.

2. પ્રધાનમંત્રી પાક વીમા યોજના

આ યોજના ખેડૂતોને પાક ખરાબ જવાની સ્થિતિમાં વીમા કવરેજ આપે છે. કુદરતી આફતો કીટકો કે બીમારીઓના કારણે પાકને થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે આ યોજના ખૂબ લાભકારી છે. ખેડૂતોને મામૂલી પ્રીમિયમ પર વીમા સુવિધા મળે છે. જેનાથી તેમના પાક સંબંધિત જોખમો ઘટી જાય છે.

3. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના એક એવી યોજના છે જે ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન અપાવે છે. આ યોજના દેશના તમામ જમીનધારક લઘુ અને સીમાંત ખેડૂતો માટે છે. 18 થી 40 વર્ષની ઉંમરવાળા માટે સ્વેચ્છિક અને અંશદાયી પેન્શન યોજના છે. આ યોજના 9 ઓગસ્ટ 2019 થી પ્રભાવી છે. યોગ્યતા ધરાવતા ખેડૂતો આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે, જેમાં તમામ જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો મહિલા હોય કે પુરુષ 60 વર્ષની ઉંમર થાય એટલે ₹3000 માસિક પેન્શન મેળવી શકે તેવી જોગવાઈ છે. નાના અને સીમાંત ખેડૂતોનો અર્થ એવા ખેડૂતો જેમના સ્વામિત્વમાં સંબંધિત રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના ભૂત અભિલેખ મુજબ બે હેક્ટર સુધી કૃષિ યોગ્ય જમીન હોય માસિક ભરવા યોગ્ય ફાળાની રકમ ખેડૂતોની યોજનામાં પ્રવેશની આયુના આધારે 55 રૂપિયા થી 200 રૂપિયા પ્રતિ માસ વચ્ચે હશે. ખેડૂતોની કેટેગરી પણ સમજી લઈએ તો સીમાંત ખેડૂત કે જેની પાસે એક હેક્ટરથી ઓછી જમીન. નાના ખેડૂત જેની પાસે એક થી બે હેક્ટર જમીન. અર્ધ મધ્યમ ખેડૂત જેની પાસે બે થી ચાર હેક્ટર જમીન. મધ્યમ ખેડૂત જેની પાસે ચાર થી 10 હેક્ટર જમીન છે અને મોટા ખેડૂત જેની પાસે 10 હેક્ટર કે તેનાથી વધુ જમીન છે.

4. યોજના કિસાન ક્રેડિટ કાર્ડ

આ યોજના ખેડૂતોને તેમની ખેતી સંબંધિત જરૂરિયાતો માટે ઓછા વ્યાજદરે કરજ ઉપલબ્ધ કરાવે છે. કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ખેડૂતો બીજ, ખાતર, કીટનાશક અને અન્ય કૃષિ સાધનોની ખરીદી માટે ધન મેળવી શકે છે. આ યોજના ઇમર્જન્સીમાં ઊભી થતી નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ સંબંધિત સરકારી પોર્ટલ કે સ્થાનિક કૃષિ વિભાગનો સંપર્ક કરવો જોઈએ. સરકારની આ પહેલ ખેડૂતોની આવક વધારવા માટે અને કૃષિ ક્ષેત્રમાં સુધારો લાવવાની દિશામાં એક મહત્વ પૂર્ણ પગલું છે.

5. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ

આ યોજના કૃષિ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે નાણાકીય મદદ પૂરી પાડે છે. જે હેઠળ ગોદામ, કોલ્ડ સ્ટોરેજ, પેકેજિંગ યુનિટ્સ અને અન્ય કૃષિ ઉપકરણોની સ્થાપના માટે સસ્તા દરે કરજ આપવામાં આવે છે. આ યોજના કૃષિ ઉત્પાદનોના ભંડારણ અને વિતરણને સારા બનાવવામાં મદદ કરે છે.

6. સોઈલ હેલ્થ કાર્ડ સ્કીમ

આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમની જમીનની ઉપજાવ સ્થિતિ અને પોષક તત્વોની સ્થિતિ વિશે જાણકારી આપવાનો છે. આ યોજનામાં માટીની ગુણવત્તા તેની જરૂરિયાતો અને યોગ્ય પાકની જાણકારી આપવામાં આવે છે. તેનાથી ખેડૂતને યોગ્ય પાકની પસંદગી કરવાની અને ખાતરોનો સંતુલિત ઉપયોગ કરવા અંગે માહિતી મળી શકે છે.

જો તમે આ તમામ યોજના વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માંગો છો. તો તમે સરકારની ઓફિશિયલ વેબસાઈટ અથવા તો જે તે યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પરથી મેળવી શકો છો.

Post a Comment

0 Comments