એક એવું કેફે છે જ્યાં મળે છે 1 લાખ ની ચા
હવે ભારતમાં ઘણા લોકોની સવાર એક કપ ચાથી પડે છે. જો તેમને આખા દિવસમાં ચા ન મળે તો તેમનું માથું દુખવા લાગે છે. સુસ્તી ચડવા લાગે છે. ઘણા લોકો તો એ એવા પણ હોય છે જે આખા દિવસમાં પાંચ થી છ કપ ચાના પી લેતા હોય છે.
હવે આ ચા પ્રેમીઓ એક કપ ચાના કેટલા રૂપિયા ચૂકવતા હશે?
ઘણા લોકો એવું કહે છે કે ટપરી પર એક કપ ચાના ₹10માં મળી જાય છે અને ઘણા લોકો એવું કહે છે કે ફાઈવ સ્ટાર કે સેવન સ્ટાર હોટલમાં એક કપ ચાના તેઓ પાંચ થી 6000 ચૂકવતા હોય છે. પણ શું તમને એ ખબર છે કે એવું કેફે છે જ્યાં એક કપ ચા પીવાના એક લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. જો કે આ કેફે આપણા ભારતમાં નહીં દુબઈમાં આવેલું છે. પણ દુબઈમાં પણ આ કેફે જે છે એક ભારતીય મહિલા ચલાવે છે.
દુબઈમાં આવેલા કેફે નું નામ છે બોહો કેફે અને તેની માલકીન નું નામ છે સુજેતા શર્મા. અને એવું કહેવાય છે કે અહીં એક કપ ચા ની કિંમત 5000 દિરહમ છે એટલે કે ઇન્ડિયન કરન્સી મુજબ 114000 થયા.
હવે પ્રશ્ન એ થાય કે એક કપ ચાની આટલી બધી કિંમત કેમ છે?
આ ચા છે એ ચાંદીના વાસણમાં પરસવામાં આવે છે. એટલું જ નહીં તેની માથે જે છે 24 કેરેટ સોનાની પરત પણ પાથરવામાં આવે છે. અને સાથે જ એક ગોલ્ડન ડસ્ટ રોશન પણ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ચાંદીના વાહ વાસણ આપવામાં આવે છે એ તમે ઘરે પણ લઈ જઈ શકો છો. એટલા માટે અહીં એક કપ ચાની કિંમત આશરે એક લાખ રૂપિયા થી પણ વધારે છે. અને દુબઈમાં મળતી આ ચાનું નામ છે ગોલ્ડ કડક ટી.
હવે જ્યારથી આ ગોલ્ડ ટી વિશે સોશિયલ મીડિયામાં લોકોને ખબર પડી છે ત્યારથી લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. ઘણા લોકો ફની રિએક્શન પણ આપી રહ્યા છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે એક કપ ચા પીવા માટે મારે તો લોન લેવી પડશે. અને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ એક કપ ચાની જેટલી કિંમત છે એટલી મારી સેલેરી પણ નથી. અને તમારી પણ નહી હોય કદાચ

0 Comments