Ticker

10/recent/ticker-posts

Ad Code

Join Now

તમારા મોબાઈલ પર ખુબ ઉપયોગી અપડેટ્સ અને જાણકારી મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારી વૉટ્સઅપ ચેનલમાં જોડાવ.                                                                       Join Whatsapp Channel

એક ગામ ની અદભુત પરંપરા જ્યાં સુધી ફોજમાં નહીં, ત્યાં સુધી લગ્ન નહીં

ઇન્ડિયન આર્મી. નામ જ કાફી છે અને હોય પણ કેમ નહીં. ભારતીય સેનામાં સેવા આપવી માત્ર દેશની સુરક્ષાનું પ્રતીક જ નથી પરંતુ યુવાનો માટે ગર્વનો વિષય પણ છે.


આજે આ આર્ટિકલમાં એક એવા ગામ વિષે જાણીશું જ્યાંના યુવાનો દેશ સેવાને માત્ર પોતાના કરિયરના રૂપમાં જ પસંદ નથી કરતા, પરંતુ તેને પોતાની જિંદગીનો મહત્વપૂર્ણ ભાગ પણ માને છે.

સૌથી ખાસ વાત એ છે કે અહીંના યુવાનોનો એક અનોખો સંકલ્પ છે કે જ્યાં સુધી ફોજમાં નહીં હોય ત્યાં સુધી લગ્ન નહીં કરીએ.

આજે જે ગામની વાત કરવી છે એ ગામ છે બિહારના ગયા જિલ્લાનું ચિરિયાવા ગામ. આ ગામના દરેક ઘરમાં ફોજી છે. ગામના યુવાનોએ સેનામાં માત્ર સૈનિકના રૂપમાં જ નહીં પરંતુ અધિકારીઓના રૂપમાં પણ સફળતા હાસિલ કરી છે.

ચિરિયાવા ગામ ચારે બાજુ પહાડોથી ઘેરાયેલું છે. અને અહીંના દરેક ઘરમાં એક ફોજી છે. આ ગામના સૌથી વધુ લોકો સેનામાં સેવા આપી રહ્યા છે. અને અહીંના લોકો સેનામાં સામેલ થવા માટે તનતોડ મહેનત પણ કરે છે.

આ ગામમાં ફોજીઓના પરિવારોનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઘણા પરિવારોમાં ત્રણ ચાર પેઢીઓથી ફોજી બનતા આવી રહ્યા છે. હવે મહિલાઓ પણ સેનામાં જવા માટે તૈયાર થઈ રહી છે. અહીંના લોકો ખેડૂત હોવા છતાં પણ પોતાના બાળકોને સેનામાં કરિયર બનાવવા માટે પ્રેરિત કરે છે.

ગામમાં એક પ્રસિદ્ધ દેવી માતાનું મંદિર પણ છે જેને લોકો પોતાની સફળતાનું કારણ માને છે. અહીંના યુવાનો દોડતા પહેલા માતાના મંદિરમાં જઈને આશીર્વાદ લે છે અને પછી પોતાની તૈયારીમાં જોડાઈ જાય છે. તેમનો વિશ્વાસ છે કે દેવી માતાના આશીર્વાદ જ તેમની સફળતા ની ચાવી છે.

અહીંની પરંપરા છે કે જે પણ યુવક સેનામાં જવાનો સંકલ્પ કરે છે તે લગ્ન પહેલા ફોજમાં સામેલ થવાની શપથ લે છે. આ ગામ પોતાની નિષ્ઠા અને સમર્પણ માટે પ્રસિદ્ધ છે. જ્યારે કોઈ લગ્ન કે મોટા અવસરે આખા ગામના ફોજી ભેગા થાય છે તો એવું લાગે છે કે કોઈ બટાલિયન બની ગઈ હોય.

આ ગામમાં ફોજીથી લઈને લેફ્ટનન્ટ અને કર્નલ સુધી બન્યા છે. અહીં રિટાયર્ડ ફોજીઓની સંખ્યા પણ ખૂબ વધુ છે. ગામથી માત્ર થલસેના જ નહીં પરંતુ નેવી અને એરફોર્સમાં પણ ઘણા લોકો ભરતી થયા છે. આ ગામના લોકોનું એક જ લક્ષ્ય છે કે તેમના ગામથી સૌથી વધુ ફોજીઓ નીકળે અને દેશની સેવામાં યોગદાન આપે.

આશા રાખીયે છીએ કે આ માહિતી તમને હશે.

જય હિન્દ જય ભારત.

Post a Comment

0 Comments