રાજકોટમાં આગ લગાવાની ઘટના સામે આવી છે, રાજકોટ જીઆઇડીસીમાં આજે બપોર અચાનક આગ લાગવાના સમાચાર સામે આવ્યા હતા, આ આગ જીઆઇડીસીમાં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી હતી.
આગ લાગવાથી ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાઇ રહ્યાં હતા. હાલમાં આ ઘટનાને પગલે ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. રાજકોટ જિલ્લાનાં લોધિકા તાલુકામાં મેટોડા GIDC ખાતે જણીતી ગોપાલ નમકીન કંપનીની ફેક્ટરી આવેલી છે. આ ફેકટરીમાં વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો છે. માહિતી છે કે, આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની ભીતિ સેવાઈ રહી છે.
આ આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જો કે હજુ સુધી આગમાં કોઈ જાનહાનીના અહેવાલ નથી. આગ સતત પ્રસરી રહી છે તેમજ ખાદ્ય તેલના જથ્થા સુધી પ્રસરી ચૂકી છે. પેકિંગ પ્લાસ્ટિકના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગને કારણે આસપાસના વિસ્તારો ખાલી કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ગોપાલ ફેક્ટરીમાં અંદાજે 2,000 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. જો કે મોટાભાગના કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલ સરકારી તંત્ર અને પોલીસ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ એટલી ભયાનક છે કે દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર આગ ભયંકર હોવાથી લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો છે, જોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ગોપાલ નમકીનની ફેક્ટરની વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ચાર કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોળા જોવા મળી રહ્યા છે. રાજકોટ પોલીસ અને એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

0 Comments